ભાવેણામા અષાઢી બીજનું મહુર્ત સાચવતા મેઘરાજા

426

ચોમાસાના ધોરી માસે શહેરમાં ખંડ વૃષ્ટિને લઈને શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું…..!
ભાવનગર શહેર જિલ્લામાં જૂન માસ અડધો કોરો ધાકોડ વિત્યા બાદ ભાવનગરીઓ ભરપૂર મેઘમહેર ની કામનાઓ કરી રહ્યાં છે ત્યારે આજરોજ ઢળતી બપોરે મેઘરાજા એ અષાઢી બીજ ની શુકનવંતિ હાજરી નોંધાવી લોક ની આશાવાદ માં અભિવૃદ્ધિ કરી છે.

ભાવનગર માં ચોમાસા પૂર્વે અને બરાબર આગમન સમયે ધીંગી મેઘમહેર વરસાવ્યા બાદ મેઘરાજા એકાએક અંતર્ધ્યાન થઇ જતા ધરતીપુત્રો સહિત આમ આદમીની ચિંતા માં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો એ દરમ્યાન બે દિવસ પૂર્વે રાજ્ય ના હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે સ્થગિત થયેલું ચોમાસું પુનઃ સક્રિય બનીને અરબી સમુદ્રમાં આવી પહોંચ્યું છે અને એક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ફરી છવાઈ જશે આ વાવડને પગલે લોકો ના હૈયે હાશકારો થયો હતો અને ખેડૂતો ને આંશિક રાહત થવા પામી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર માં અસહ્ય બફારાને પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે ગત રવિવારે રાત્રે ઝરમર વરસાદ થયો હતો ત્યારબાદ આજરોજ અષાઢી બીજ હોય આબાલવૃદ્ધ સૌવ કોઈ વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યાં હતાં કારણકે છેલ્લા બે દિવસથી ધૂપછાવ ના માહોલ વચ્ચે નભમંડળ માં ઘટાટોપ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે પરંતુ લોક અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા લોકો માં નારાજગી વ્યાપી હતી એ દરમ્યાન અષાઢી બીજ ના પર્વ અન્વયે લોકો નું મેણું ભાંગવા મેઘરાજા તૈયાર થયા હોય તેમ સમી સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને પગલે લોકો માં ખુશી ની લહેર છવાઈ હતી પરંતુ આ ખુશી સાથે લોકો એ આશ્ચર્ય પણ અનુભવ્યું હતું કારણકે ચોમાસાના ધોરી માસે ખંડવૃષ્ટિ જોવા મળી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો શહેરના પ્રવેશદ્વાર સહિત છેવાડાના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ પડયો હતો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલમાં વાતાવરણ માં ભેજનું પ્રમાણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય અને દરિયામાં ભારે કરંન્ટ જોવા મળતાં આગામી દિવસોમાં ભરપૂર મેઘમહેર થાય એવાં ઉજળા સંજોગો નું નિર્માણ થયું છે.

Previous articleવિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે રથના ભવ્ય શણગાર કરાયો
Next articleએન.એસ.યુ.આઈના મહામંત્રી અલફાઝ કાલવાનો આજે જન્મદિવસ છે