વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે રથના ભવ્ય શણગાર કરાયો

398

બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે અષાઢી બીજ નિમિત્તે તારીખ-૧૨-૭-૨૦૨૧ ને સોમવારે રથ નો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.પુજારી સ્વામી દ્રારા ગુલાબ,હજારીગલ,ગલગોટા,જુહી સહીત વિવિધ જાતના ૨ મણ ફુલ થી રથનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સવારે ૫ઃ૪૫ કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)દ્રારા આરતી કરવામાં આવી હતી.આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એ અષાઢી બીજ નિમિત્તે સદીઓ જુનો રથનો ઉત્સવ સૃષ્ટીના ભગવાન જગન્નાથ ને માન આપવા તથા સાર્વત્રિક ભાઈચારો,પ્રેમ,કરૂણા અને એકતાના દિવસ તરીકે ઉજવવા તથા ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામના પાઠવી હતી.

Previous articleગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : સૌરભ પટેલ
Next articleભાવેણામા અષાઢી બીજનું મહુર્ત સાચવતા મેઘરાજા