મેમોથી બચવા ખોટા રજિસ્ટ્રેશનવાળા બાઇક સાથે એક ઇસમ ઝડપાયો

790

(જી.એન.એસ)રાજકોટ,તા.૧૩
ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા ઈ-મેમો ફટકારવાનું શરૂ થતાં નિયમનું પાલન કરવાના બદલે અનેક લોકોએ નંબર પ્લેટ સાથે ચેડાં શરૂ કર્યા છે. પરંતું દંડથી બચવાના પ્રયાસમાં નાગરિક કેવો ગંભીર ગુનો કરી બેસે છે અને આવા ગુનામાં જેલના સળિયા ગણવાનો વારો આવે છે એવી એક ફરિયાદ નોંધાઇ છે. મૂળ વડીયા ગામના વતની અને હાલ રાજકોટના સરધાર ગામે રહેતા યુવકે ઈ-મેમોથી બચવા બાઇકમાં ફેન્સી રીતે ખોટા રજિસ્ટ્રેશન નંબર લખાવ્યા હતા. પરંતુ વાહન ચેકિંગમાં ઝડપાય જતાં તેની સામે બોગસ દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો છે.
આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ગત સાંજે કોઠારીયા ચોકડી નજીક વાહન ચેકિંગમાં હતો. આ સમયે આગળ નંબર પ્લેટ વગર અને પાછળ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ડબલ સવારીમાં નીકળેલા બાઇક ચાલકને પોલીસે અટકાવ્યો હતો. બાઇકમાં ય્ત્ન-ઇ-૧.૫-૮૬૮૫ નંબર હતા. પોલીસે એન્જિન, ચેસીસ નંબરના આધારે પોકેટ કોપમાં ખરાઇ કરતા વાહનના ઓરજીનલ રજિસ્ટ્રેશન નંબર ય્ત્ન-૧૪-ૐઇ-૭૧૮૦ હોવાનું જણાયું હતું. ખોટી નંબર પ્લેટ લગાવીને બાઇક લઇને નિકળેલા ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પરેશ ભુપતભાઇ મકવાણા હોવાનું તેમજ પોતાની પાસે લાયસન્સ ન હોવાથી તેમજ ઇ-મેમો ન આવે એ માટે બોગસ નંબર પ્લેટ લગાવ્યાની કબૂલાત આપી હપી. કોન્સ્ટેબલ શૈલેષભાઇ નેચડાની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ બોગસ દસ્તાવેજ ઉભા કરવાની કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી બાઇક કબ્જે કરવામાં આવ્યું હતું.

Previous articleસાંસદ ધડુકના ભાઇની નર્સિંગ કોલેજમાં તસ્કરો ત્રાટક્યાઃ ૧૧ લાખથી વધુની ચોરી
Next articleપોલીસ વર્દી પહેરી વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસવાળો ઝડપાયો