લિંબાયતમાં યુવકને જાહેરમાં રહેંસી નાંખનારા ૪ ઝડપાયા

729

(જી.એન.એસ.)સુરત,તા.૧૩
સુરતના લિંબાયત વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં જૂના ઝઘડાની અદાવત રાખીને છ ઈસમો એક યુવકને ઘાતક હથિયારો સાથે મારવા આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ યુવકના નાનાભાઈ બંટીને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આ બનાવમાં તમામ ઇસમોએ ’બાઈક મેં પંક્ચર ક્યું કિયા’ કહીને મારામારી શરૂ થઈ હતી. મારામારીમાં વચ્ચે પડેલા પિતરાઈ ભાઈએ જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ સુરતના કતારગામ વિસ્તારમાં સૌથી વધારે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ૮મી તારીખે માડી રાત્રે ફરી સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. લીંબાયતના શાંતિનગર સોસાયટીની પાછળ ક્રિષ્ણાનગરમાં મોહનભાઈ લીંબાભાઇ ગરાસે રહે છે. ગત ૮ જુલાઇની રાત્રીએ તેમનો દીકરો રાજેન્દ્ર ઉર્ફે કમલેશ તેના પિતરાઇ તુષાર સેન્ડીયા સાથે કૃષ્ણકુંજ સોસાયટીના નાકે ઊભો હતો. આ સમયે જીતુ પાટીલ, સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ બે બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા. જીતુએ તુષારને ‘તુને મેરે બાઇક કા પંક્ચર ક્યું કિયા’ એમ કહી ગાળાગાળી કરી હતી. જે બાદમાં ’આજ તેરે કો ખત્મ કર દેને કા હૈ’ એમ કહીં લાફો મારી દીધો હતો. ત્યાર બાદ રાજેન્દ્ર ઉર્ફે કમલેશ ઉર્ફે બંટીએ “મેરે ભાઇ કો ક્યું મારા” એમ કહીં રકઝક શરૂ કરી હતી. બાદમાં જીતુએ “યે સેન્ડીયા કા ભાઇ હૈ, ઉસકો ખત્મ કર દો એમ કહીં લાફા મારી મારામારી શરૂ કરી દેવાઇ હતી. જીતુ આણી મંડળીએ ભેગાં થઇ રાજેન્દ્રને ઢીકાપાટુનો માર મારી રોડ પર પાડી દીધો હતો. ગંભીર ઇજાને કારણે રાજેન્દ્રનું મોત થયું હતું. પોલીસે આ મામલે માથાભારે જીતુ પાટીલ, સમાધાન, વિશાલ, આશુની અટક કરવામાં આવી છે. રાજેન્દ્રના પિતરાઇ તુષારનો જીતુ સાથે છેલ્લાં ઘણાં સમયથી એક યુવતીના મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે. જે પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી બબાલ ઉગ્ર બનતા વચ્ચે પડેલો તુષારનો પિતરાઇ માર્યો ગયો હતો. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે જીતુ દિલીપ પાટીલ, સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleપાંડેસરામાં જય અંબે જ્વેલર્સમાં તસ્કરો કટ્ટો-રિવોલ્વર લઇ ત્રાટક્યાઃ લૂંટનો પ્રયાસ નિષ્ફળ
Next articleસુરતમાં ઇસમને આંતરી ૭.૬૦ લાખની લૂંટથી ચકચાર મચી