જામનગરમાં સરકારના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોમાં ધક્કામુકીઃ ધારાસભ્ય ઘાયલ

523

જામનગર,તા.૯
જામનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરકારના ૫ વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ નોંધાવ્યો છે. જેને લઇને શહેરના લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. દરમિયાન પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જો કે, કોંગ્રેસ કાર્યક્રમમાં અચાનક ધક્કામુકી થતા કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય ઇજાગ્રસ્ત થયા હતા.
જામનગરના લાલબંગલા સર્કલ નજીક આજે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારના ૫ વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ મુખ્ય રોડ પર ભાજપ સરકાર વિરોધના પોસ્ટર સાથે સરકાર સામે નારા લગાવ્યા હતાં. દરમિયાન કોંગ્રેસ કાર્યક્રમમાં અચાનક ધક્કામુકી થતા કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા ઇજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસના કાર્યક્રમમાં ઇજાગ્રસ્ત થયેલા ધારાસભ્ય પ્રવિણભાઈને ૧૦૮ થી જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ધક્કામુક્કી દરમિયાન જામનગર પોલીસના એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી. ત્યારે સરકાર વિરોધી કાર્યક્રમ કરી રહેલા કોંગ્રેસના અનેક કાર્યકરોની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Previous articleરાજકોટમાં કોંગ્રેસે સામાજિક ક્રાંતિ અભિયાન અંતરર્ગત વિરોધ પ્રદર્શન કર્યું
Next articleરાજ્યમાં સમયસર ચૂંટણી યોજાશે, યૂપી સાથે કોઇ લેવા-દેવા નથીઃ રૂપાણી