રાણપુરમાં મહાવીર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની આસ્થાભેર ઉજવણી કરાઇ

26

હાલ જૈન સમાજમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે પર્યુષણના પાંચ માં દિવસે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જૈન સમાજ દ્રારા મહાવીર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.રાણપુરમાં વસાણી શેરીમાં આવેલ દેરાવાસી મુર્તિપૂજક સંઘના જૈન ઉપાશ્રય ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. માતા ત્રિશલા દેવીના ૧૪ સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી.જેમાં પારણા ઘોડીયાની ઉછામણી માટે ૮૦૧ મણ ઘી બોલવામાં આવ્યુ હતુ.તથા ભગવાન પઘરાવવાનું ઘી ૫૦૧ મણ બોલાયુ હતુ. રાણપુરમાં રતનચોકમાં રહેતા સરોજબેન કીર્તિકાન્ત નારેચણીયાની મુંબઈ ખાતે રહેતી પુત્રી મનીષાબેન હર્ષદભાઈ શાહ તથા પુત્ર અપૂર્વ હર્ષદભાઈ શાહ એ પારણુ ઘેર લાવી સાંઘી ગવરાવેલ તથા પ્રભાવના કરેલ.મહાવીર ભગવાનનુ પારણુ શોભાયાત્રા રૂપે ઘરે લાવવામાં આવ્યુ હતુ. જેમાં જૈન સમાજના ભાઈઓ અને બહેનોએ ભક્તિભાવ પુર્વક ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.જ્યારે આ પરીવારના ઘરે ચોથીવાર ભગવાનની પધરામણી થઈ હતી.અને રાત્રી જાગો કરવામાં આવ્યો હતો.