ભાવનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અચાનક આવી ચડતા રાજકારણ ગરમાયુ

247

શંકરસિંહ વાઘેલાએ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજીભાજપના મુખ્યમંત્રી અને મંત્રીઓને રાતો રાત ઘરે ભેગા ન કરાયઃ શંકરસિંહ વાઘેલા
ભાવનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અચાનક આવી ચડતા રાજકારણ ગરમાયુ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અચાનક આવી કોળી સમાજ, ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ સરકીટ હાઉસ ખાતે તેમના કોંગ્રેસના જૂના યુવકો સાથેપણ એક બેઠક કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રસિંહની શુભેચ્છા મૂલાકાત લીધી હતી અને તબિયતની પૃચ્છા કરી હતી, કેવડિયા કોલોનીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મૂકવા બાબતે કોળી સમાજ, ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજના યુવાનો સાથે પણ બેઠક કરી હતી.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, અગાઉ તેમને સરકારમાં આ મામલે રજુઆત કરી હતી જેનો જવાબ હામાં મળ્યો છે અને કમિટી પણ બનાવી છે, પરંતુ ત્યારબાદ કોઈ ગતિવિધિ થઈ નથી, આથી આ મામલે સરકારને જગાડવામાં આવશે. શંકરસિંહનું કહેવું છે કે, જો સરકાર હકારાત્મક વલણ નહીં અપનાવે તો બીજી ઓક્ટોબરના રોજ ધરણા કરવામાં આવશે, જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાશે.શંકરસિંહ વાઘેલાએ રાતો રાત બદલાયેલી ભાજપ સરકાર અંગે આપ્યું હતું અને આકરી ટીકા કરી હતી. તેમને કહ્યું કે, આ ગુજરાતના મતદારો અને ભાજપ પાર્ટીનું અપમાન છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જે મંત્રીઓ હતા તે ૪ વર્ષથી તમારા જ હતા. રાતો રાત ના બદલવા જોઈએ. તેમજ રાતો રાત બંગલા ખાલીના કરાવાય, નામો ના પાટીયા ના ઉતારી લેવાય. તેમને નીતિન પટેલ, સૌરભ પટેલ અને ભુપેન્દ્રસિંહ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.

Previous articleનિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Next articleભાવનગર મહાપાલિકાની મિલ્કતોમાં વેક્સિનના ડોઝ વિના નો એન્ટ્રી