બરવાળાના ચોકડી ગામે મંદિરની જગ્યામાં બાંધકામ થતા ઉપવાસ આંદોલનની ચિમકી

0
865

બરવાળા તાલુકાના ચોકડી મુકામે ગામદેવી બુટમાતાજીના મંદીરને ફાળવેલી જગ્યામાં ગ્રામ પંચાયતના સરપંચ ધ્વારા કોમ્યુનીટી હોલ બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહયો છે આ બાંધકામ અટકાવવા બાબતે ગ્રામજનો ધ્વારા મુખ્યમંત્રી કાર્યાલય,મામલતદાર (બરવાળા)તાલુકા વિકાસ અધિકારી (બરવાળા) સહિતની કચેરીને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી તેમ છતા બાંધકામ અટકાવવામાં નહિ આવતા ગ્રામજનો ધ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર બરવાળાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ. બરવાળા તાલુકાના ચોકડી ખાતે ગામદેવી બુટમાતાજીના મંદિરને સને :- ર૦૧૧/૧ર માં ગ્રામપંચાયતની બોડીએ ઠરાવ કરીને જગ્યા ફાળવેલ હતી જેમાં ભવિષ્યમાં સરકારી આવાસો કે કોઈ વ્યકિતગત બાંધકામ કરવુ નહિ તેમજ સદરહું જગ્યા મંદિરના વપરાશ કે મંદિર બનાવવુ તેવુ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.તે ઠરાવના વિરૂધ્ધમાં જઈ હાલના સરપંચ ધ્વારા ગ્રામજનો કે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રામપંચાયતના સરપંચ હસ્તક આંબેડકર હોલનું બાંધકામ મંદિરને ફાળવેલ જગ્યામાં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જે અંગે ગ્રામજનો ધ્વારા મંદિરની અનામત જગ્યામાં કરવામાં આવી રહેલ આંબેડકર હોલ તથા અન્ય સરકારી આવાસો કે કોઈ વ્યકિતગત બાંધકામ અટકાવવા અંગે તા.૧પ/૬/ર૦૧૮ ના રોજ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતની કચેરીઓમાં વાંધા અરજી આપી રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં તંત્ર ધ્વારા મંદિરની અનામત જગ્યામાં બાંધકામ ચાલુ રાખવામાં આવતા ચોકડી ગામના લોકો ધ્વારા આજે લેખિતમાં બાંધકામ અટકાવવા અંગે મામલતદાર કે.એસ.નિનામાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ તેમજ મંદિરની અનામત રાખેલ જગ્યામાં કોમ્યુનીટી હોલનું બાંધકામ બંધ કરાવવામાં નહિ આવે તો દિન-ર માં ચોકડી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો અચોકકસ મુદતે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here