સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લહેરાવાયો ૧૮૨ ફૂટ લાંબો ત્રિંરંગો

919

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ આવેલો આજનો ૭૦મો ગણતંત્ર દિવસ ખાસ બની રહ્યો હતો. અહીં ૧૮૨ ફૂટ લાંબો અને ૧૧ ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ મીટર ની સરદારપટેલની કેવડિયામાં બની ત્યારથી અત્યાર સુધી ૭ લાખ પ્રવાસીઓ આવ્યા છે. અને આજે ૭૦ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અહીંયા વિશેષ કરવામાં આવી ૧૮૨ ફુટ લાંબો ૧૧ ફુટ પહોળો તિરંગો સ્ટેચ્યુ ખાતે પરિસરમાં લહેરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ ની હોઈ મહારાષ્ટ્ર રાજ્યના જાલના જિલ્લાના ગ્રુપ દ્વારા આજે સ્ટેચ્યુ પર ૧૮૨ ફૂટ લાંબો અને ૧૧ ફૂટ પહોળો તિરંગો લહેરાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને લોકોમાં વહેતુ મૂક્યું. જેનું પ્રવાસીઓમાં માં પણ ભારે આકર્ષણ જોવા મળ્યું.

આ ગ્રુપની ઈચ્છા એવી પણ છે.કે ૧૮૨ ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બૂક અને ઇન્ડિયા બૂકમાં નામ નોંધાય. તે માટેની તેમની તૈયારી પણ કરી હોવાની વાત કરી હતી.

Previous articleવૈષ્ણોદેવી દર્શને ગયેલી સુરતની બસને અકસ્માત, ૨ના મોત, ૨૪ લોકો ઘાયલ
Next articleટ્રેન-૧૮માં ભાડુ શતાબ્દી કરતા ૫૦ ટકા વધારે હશે