ટ્રાફિક પોલીસ દ્વારા દિવસભરમાં ૧પપ મેમા ફાળી ૭પ,૦૦૦નો દંડ વસુલ્યો : ૯ વાહનો ડીટેઈન

0
415

સમગ્ર રાજ્યભરની સાથો સાથ આજે તા.૧૬ સપ્ટેમ્બરથી ટ્રાફીકના નવા નિયમોનો મોટર વ્હીકલ એક્ટ તળે પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉથી ખુબજ ચર્ચાઈ રહેલા ટ્રાફિકના નવા નિયમોના મુદ્દે નગરજનોમાં ટ્રાફિકના દંડનો ડર રહ્યો હતો. જો કે આજે પ્રથમ દિવસે ટ્રાફીક પોલીસે હળવાશ રાખતા લોકોને રાહત થઈ હતી. આજે ટ્રાફિક પોલીસ દ્વારા દિવસભરમાં ૧પ મેમા ફાળ્યા હતા અને ૭પ,૦૦૦ હજારોનો દંડ વસુલ્યો કર્યો હતો. અને ૯ વાહનો ડીટેઈન કરાયા હતાં.

જો કે આ અંગે પોલીસ ધીમે ધીમે કડક બનશે તે પૂર્વે લોકોએ પણ જાગૃતતા કેળવવી પડશે. પોલીસે આજે ટ્રાફીકના નવા નિયમના પ્રારંભે દંડ વસુલાતની કામગીરીકરવાના બદલે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફીક નિયમોની જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો કર્યા હતા. આજથી શરૂ થયેલા ટ્રાફીકના નવા નિયમો સંદર્ભે લોકોમાં ડર સાથે શુ થાશે તેવી ઉત્સુકતા ચાલી રહી હતી. આજે શહેરના મોટાભાગના રસ્તાઓ પર વાહન ચાલકો હજુ જાણે કે ટ્રાફીકના નિયમોની શરૂઆત થઈ ગઈ છે તે ખબર ન હોય તેમ હેલ્મેટ વિના નજરે ચડ્યા હતા. જે પૈકીના દસેક ટકા લોકો હેલ્મેટ પહેરેલા પણ નજરે ચડ્યા હતા. આજે પ્રથમ દિવસે પોલીસ દ્વારા પણ હળવાશ રખાઈ હોય તેમ સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવી ન હતી. માત્ર ટ્રાફીક સિગ્નલ પોઈન્ટ પર શંકાસ્પદ વ્યક્તિઓને જ ઉભા રાખી કાગળ સહિતની તપાસ કરાઈ હતી. અને લગભગ તમામ પોઈન્ટ પર બે ચાર કેસો કરવામાં આવ્યા હતા.  ટ્રાફિક ઈન્ચાર્જ પીઆઈ આર.ડી. ગરવાએ જણાવ્યું હતું કે આજે ટ્રાફિક પોલીસ દ્વારા દિવસભરમાં ૧પ મેમા ફાળ્યા હતા અને ૭પ,૦૦૦ હજારોનો દંડ વસુલ્યો કર્યો હતો. અને ૯ વાહનો ડીટેઈન કરાયા હતાં.   લોકો પાસેથી દંડ  સુલતા પહેલા લોકોને પણ જાગૃત કરવા જરૂરી છે. આજે ટ્રાફીક પોલીસે વદ્યાર્થીઓ અને વાલીઓમાં ટ્રાફીકના નિયમોની જાગૃતિ આવે તે માટે ઘરશાળા, તેમજ સિસ્ટર નિવેદિતા સ્કુલમાં કાર્યક્રમો યોજ્યા હતા. અને વિદ્યાર્થીઓને એન્જીનવાળા વાહનો લાયસન્સ વિના ન ચલાવવા તેમજ દંડની રકમ અંગે પણ માહિતગાર કર્યા હતા. તેમણે હજુ બે ચાર દિવસ સુધી શહેરની મોટાભાગની શાળાઓમાં કાર્યક્રમો યોજી ટ્રાફીક નિયમો અંગેની પત્રિકાઓનું વિતરણ કરી લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે. ટ્રાફીક પોલીસે ૧૦ હજાર પત્રિકાઓ પણ છપાવી છે જેનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આમ ટ્રાફીક નિયમોના પ્રારંભના પ્રથમ દિવસે લોકોના ડર વચ્ચે પોલીસે હળવાશ ભરી કામગીરી કરતા લોકોમાં રાહત થવા પામી હતી. જો કે પોલીસ ધીમે ધીમે ટ્રાફીક નિયમો અંગે કડક થશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here