રહાણેએ ફટકારી સદીઃ ૨૦૦+ની ભાગીદારીમાં સચિનનો રેકોર્ડ તોડ્યો

0
277

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. રહાણેએ ૧૧૫ રન ફટકાર્યા હતા. જેની મદદથી ભારત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતુ.

આ મેચમાં અજિંક્ય રહાણેએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અજિંક્ય રહાણેએ રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે ૨૬૭ રનનો ઉમેરો કર્યો. ભારતીય બેટ્‌સમેન તરીકે સૌથી વધુ વખત ચોથી વિકેટ માટે ૨૦૦+ ની ભાગીદારીની વાત કરીએ તો રહાણેએ પાંચમી વખત આ પ્રદર્શન કર્યું છે. આ સાથે રહાણેએ સચિન તેંડુલકરની બરાબરી કરી છે. તેની કારકિર્દી દરમિયાન, સચિન ચોથી વિકેટ માટે પાંચ વખત ૨૦૦+ ની ભાગીદારીમાં પણ સામેલ થયો હતો.

ભારતીય બેટ્‌સમેનઃ ચોથી વિકેટ માટે ૨૦૦+ ની ભાગીદારી

અજિંક્ય રહાણે – ૫ વાર

૫ વખત – સચિન તેંડુલકર

૩ વખત – સૌરવ ગાંગુલી

૩ વખત – વિરાટ કોહલી

૨ વખત – વીવીએસ લક્ષ્મણ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here