જસપ્રીત બુમરાહનું મુંબઈમાં આલિશાન એપાર્ટમેન્ટ છે

144

નવી દિલ્હી,તા.૨૯
ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાની સારી ફાસ્ટ બોલીંગ માટે જાણિતા છે, પરંતુ શું તમને ખબર છે કે તેમણે મુંબઇમાં પોતાનું આલિશાન મકાન બનાવી દીધું છે.
આવો નજર કરીએ તેમના સ્ટાઇલિશ એપાર્ટમેન્ટની અંદર જ તસવીરો પર. જસપ્રીત બુમરાહ ભલે જ મેદાનમાં મહેનત કરવા માટે જાણિતા છે, પરંતુ જ્યારે રિલેક્સ કરવાની વાત આવે છે તો પણ તે પાછળ રહેતા નથી. તેમના ઘરમાં એક એન્ટરટેનમેન્ટ રૂમ છે જ્યાં તે મોટાભાગે નવરાશ પળો વિતાવે છે. આ રૂમમાં બેસીને તેમને વીડિયો ગેમ્સ રમવાનું ખૂબ ગમે છે. જસપ્રીત બુમરાહના ઘરની દિવાલો અને ફર્નીચર ખૂબ જ સુંદર છે. તેમને લાઇટ કલરની સજાવટ ખૂબ પસંદ છે. જસપ્રીત બુમરાહ પોતાની બાલકનીને ભરેલો રાખવાનું પસંદ કરે છે. અહીં તેમણે ઘણા ગમલા લગાવેલા છે. આ સાથે સાથે વિંડ ચાઇમ્સ પણ આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જસપ્રીત બુમરાહના બેડરૂમમાં વૂડન ફ્લોરિંગ કરવામાં આવી છે અને રૂમના દરવાજા પર વાદળી રંગની સ્લાઇડર લગાવેલી છે. જસપ્રીત બુમરાહને પોતાના રૂમને સાફ રાખવાનું પસંદ કરે છે, તે કોઇપણ પ્રકારની ગંદકીને ટકવા દેતા નથી. ઘણીવાર તે પોતે પોતાના રૂમને સફાઇ કરે છે.

Previous articleશમિતાએ રાકેશ બાપટને ચા ઓછી પીવાની સલાહ આપી
Next articleરાજ્યના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ