મંત્રી માંડવીયા, સાંસદ ભારતીબેન અને મેયર કિર્તીબેન સહિતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી ખાદી ખરીદી

9716

આજરોજ ગાંધી જયંતિ અન્વયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાંસદ ભારતીબેન શિયાળ મેયર કિર્તિબેન દાણીધારિયા સહિતના રાજકીય અગ્રણીઓ અને શહેરની વિવિધ સામાજિક સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા ગાંધીજી ની પ્રતિમાને પૂષ્પાજલી સુતરની માળા અર્પણ કરી હતી અને પ્રસંગ અન્વયે ખાદી ની ખરીદી કરી હતી.કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય ના મંત્રી મનસુખભાઇ માંડવીયા છેલ્લા બે દિવસથી ભાવનગર શહેર-જિલ્લા ની મુલાકાતે આવ્યા હોય અને આજરોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અન્વયે શહેરના ક્રેસંટ સર્કલ સ્થિત ગાંધીજીની પ્રતિમાને ફૂલ-હાર સુતરમાળા અર્પણ કરી હતી

મંત્રી માંડવીયા સાથે ભાવનગર ના સાંસદ ભારતીબેન શિયાળ મેયર કિર્તિબેન દાણીધારિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા મહામંત્રી, અરૂણભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી સહિત હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો વિગેરે જોડાયા હતા જયાં પૂષ્પાજલી બાદ ગાંધી સ્મૃતિ સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર પર પહોંચી ખાદી ના વસ્ત્રો-કાપડની ખરીદી કરી હતી આ કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા સ્કાઉટગાઈડ સહિતની સ્વંયસેવી સંસ્થાઓ પણ જોડાઈ હતી તથા ગાંધી વિચારધારા અને મહાત્મા ગાંધી ના સિધ્ધાંતો ની હિમાયત કરી હતી.