નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

186

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર એમ.એ. મનોવિજ્ઞાન સેમેસ્ટર ૨ ની પરીક્ષા યુનીવર્સીટી દ્વારા લેવામાં આવી હતી. તાજેતરમાં યુનીવર્સીટી દ્વારા એમ.એ. મનોવિજ્ઞાન સેમેસ્ટર ૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર એમ.એ. મનોવિજ્ઞાન સેમેસ્ટર ૨ માં અભ્યાસ કરતી વિધાર્થીની આહીર પૂનમ બી. યુનીવર્સીટી ફર્સ્‌ટ, કોશિયા બંસી જે. યુનીવર્સીટી સેકન્ડ, ખેર નિરાલી ડી. યુનીવર્સીટી થર્ડ, સરવૈયા માયા ડી. યુનીવર્સીટી ફાઈવ, સોલંકી આરતી એસ. યુનીવર્સીટી એઈટ, ખમલ હેતલ જે. યુનીવર્સીટી એઈટ, ખમલ ગોપી એલ. યુનીવર્સીટી નાઇન, સોલંકી કિંજલ એસ. યુનીવર્સીટી ટેન અને ભીલ પ્રિયા પી. યુનીવર્સીટી ટેન રેન્ક મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. એમ.એ. મનોવિજ્ઞાન સેમેસ્ટર ૨ માં રેન્ક મેળવનાર તમામ વિધાર્થીનીઓને કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા.