ઘોઘાગેટ ચોકમાં લારી-ગલ્લાની અડચણોને નઝર અંદાજ કરતું તંત્ર તથા ટ્રાફિક પોલીસ

276

ભાવનગર શહેરના હેવમોર ચોકમાં બિઝનેસ સેન્ટર સામે છેલ્લા ઘણા સમયથી લારી-ગલ્લા ધારકો તથા પથરણા ધારકો દ્વારા ટ્રાફિક ને અડચણ રૂપ દબાણો કરી ભારે સમસ્યાઓ સર્જી રહ્યાં છે છતાં સમગ્ર બાબતને લઈને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની લોક ફરિયાદ પ્રબળ બની છે. ભાવનગર શહેરમાં આવેલ અલગ અલગ એરિયાઓમા ટ્રાફિક પ્રશ્ન એ કોઈ નવી વાત નથી પરંતુ શહેરના હાર્દ સમા ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર સામે લારી ધારકો તથા પથરણા પાથરી શાકભાજી તથા છુટક ચિઝવસ્તુઓ નું વેચાણ કરતાં આસામીઓ દ્વારા ટ્રાફિકથી ધમધમતા આ એરીયામા સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે તંત્ર ના ચારેય હાથ આશિર્વાદ રૂપે માથે હોય તેમ આ આસામીઓ વિરુદ્ધ કાર્યવાહી તો દૂર એક હરફ સુધ્ધાં ઉચ્ચારવામાં નથી આવી રહ્યો આ મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા સત્તાધીશો ને વારંવાર ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઈ જ પરિણામ નથી આવ્યું આ આસામીઓ દ્વારા અન અધિકૃત દબાણો સાથે પોતાની આસપાસ પુષ્કળ માત્રામાં કચરો-ગંદકી પણ ફેલાવે છે ત્યારે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા લોકો માંગ કરી રહ્યાં છે.