સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

367

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ- સિહોર ખાતે તા-૦૨/૧૦ને શનિવારના રોજ મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મ જયંતીના ઉપલક્ષમાં ધોરણ – ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ગાંધીજીનાં વિચારો તેમજ સ્વચ્છતા અભીયાન પ્રત્યે જાગૃતતા લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓ ગાંધીબાપુ બનીને ગાંધીજીને સ્મરણાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીબાપુ વિશે વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ વક્તવ્ય, ગીત, પ્રાર્થના, સુવિચાર, નારા વગેરેની પ્રસ્તુતિ કરી હતી. સંચાલક/ટ્‌ર્સ્‌ટ્રી પી.કે.મોરડિયા વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનચરિત્ર અને આદર્શો વિશે વાત કરી હતી. આજે ગાંધીબાપુ બનીને આવેલ તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંતર્ગત શપથ પણ લેવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ગાંધીજીનાં ચરખા, બેનર અને જુદા – જુદા ચાર્ટનું એક પ્રદર્શન નિહાળવા માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા હતા.