ત્રણ વર્ષ પૂર્વે સિહોરના મઢડા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આધેડને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

989

સ્પેશિયલ પોકસો જજ એ.બી.ભોજકે સરકારી વકીલ ભરત વોરાની દલીલો ગ્રાહ્ય રાખી
ત્રણ વર્ષ પૂર્વે શિહોર તાલુકાના મઢડા ગામે રહેતા 45 વર્ષીય આધેડ શખ્સ એક સગીરાને છરી બતાવી, ધાક ધમકી આપી અવાર નવાર બળત્કાર ગુજારતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગેની જે તે સમયે સિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પેશિયલ જજ (પોકસો) અને બીજા એડિશ્નલ સેસન્સ જજ એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરત કે.વોરા, સરકારી વકીલ વી.બી.રાણાની સંયુક્ત અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી સામે પોકસો હેઠળનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા અને રોકડ દંડ તેમજ ભોગ બનનારને રૂા.6 લાખનું વળતર ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો. આ કામના આરોપી ઘનશ્યામભાઇ હરીભાઇ વૈઠા (જાતે સોની ઉ.વ.45, રહે. મઢડા, જાની શેરી તા.સિહોર) નામના આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરીના ઘરે અવાર નવાર જઇ, ગાળો આપી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળજબરીપૂર્વક અવાર નવાર બળાત્કાર કરતા ગર્ભવતી બનાવી તા.29-12-2018ના રોજ ભોગ બનનારને બાળકીનો જન્મ કરાવી ગુન્હો કરેલ હોય જે તે સમયે આરોપી ઘનશ્યામભાઇ હરીભાઇ વૈઠા સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઉક્ત આરોપી સામે ઇપીકો કલમ 376, 504, 506(2) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુલ ઓફેન્સ એક્ટ 2012 ની કલમ 6 (પોકસો) તથા જીપીએક્ટ 135 મુજબ નો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પેશિયલ જજ (પોકસો) અને બીજા એડિશ્નલ સેસન્સ જજ એ.બી.ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરત કે.વોરા, સરકારી વકીલ વી.બી.રાણાની સંયુક્ત અસરકાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી ઘનશ્યામ હરીભાઇ વૈઠા સામે પોકસો એક્ટની કલમ 6 મુજબના ગુના સબ કસુરવાર ઠરાવી આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂા.10 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ભોગ બનનારને રૂા.6 લાખ વળતર પેટે ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો.