રાણપુરમાં અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.

444

૧૮૫ લોકોને આંખની તપાસ કરાવી તેમાંથી ૪૦ દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજીબાપુ હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવ્યા
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજે નેત્રયજ્ઞ નો વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો.કેમ્પની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યુ હતુ.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્રારા આયોજીત તેમજ રાણપુર પંથક માટે આરોગ્ય,શિક્ષક માટેના દાનવીર અને મુબઈ ખાતે રહેતા ઉદ્યોગપતિ જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર તથા રાણપુરના મુકુંદભાઈ વઢવાણા,પાણશીણા સેવાયજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો.આ કેમ્પમાં ૧૮૫ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી.તેમાંથી ૪૦ દર્દીઓને ભોજન કરાવી મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ ખાતે આંખ ના ઓપરેશન માટે તમામ દર્દીઓને બસ દ્રારા વિનામુલ્યે લઈ જવામાં આવ્યા હતા. જ્યા તમામ દર્દીઓને અતિ આધુનિક ફેકો મશીન થી ટાંકા વગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્ડેફલ લેન્સ(નેત્રમણી)સાથે નિષ્ણાંત અને ખુબજ અનુભવી સર્જન ડોક્ટરો ની ટીમ દ્રારા વિના મુલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન બાદ દર્દીઓને રાણપુર ખાતે વિનામુલ્યે પરત મુકવા આવશે.આ કેમ્પમાં સેવાભાવી આગેવાન મુકુંદભાઈ વઢવાણા,ખુમાનસિંહ પરમાર, ડો.પુજારા,ગોવિંદસિંહ ડાભી,વામનભાઈ સોલંકી,રાજેશભાઈ નારેચણીયા, શૈફુભાઈ,અશરફભાઈ કુરેશી સહીતના સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા..

Previous articleજિલ્લા જેલમાં ભાગવત ગીતાનું પ્રવચન
Next articleગુજરાતની ન.પા. અને મહાપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો વિજયની ખુશીમાં શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાય