ભાવનગરમાં પીજીવીસીએલ દ્વારા કોરોના તથા વીજ અકસ્માતમાં અવસાન પામનારા વીજ કર્મચારીઓના સ્મર્ણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયું

1164

આ કેમ્પમાં 100 થી વધુ રક્તદાન બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલના સહયોગથી આયોજન
ભાવનગર શહેરના ચાવડી ગેઇટ વિસ્તારમાં આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ભાવનગર દ્વારા કોરોના મહામારી તથા વીજ અકસ્માતમાં અવસાન પામનારા વીજ કર્મચારીઓના સ્મરણાર્થે આજે બુધવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના ચાવડી ગેઇટ ઓફિસ ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ કોરોના મહામારી તેમજ અકસ્માતમાં અવસાન પામનારા વીજ કર્મચારીઓના સ્મર્ણાર્થે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં 100 થી વધુ રક્તદાન બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે, ભાઈઓ-બેહનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી સેવાકીય ફરજ અદા કરી હતી. આ રક્તદાન કેમ્પમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ભાવનગર ઝોનલ ઓફિસ ખાતે જેમાં પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર ધીમંતકુમાર વ્યાસ (IAS), સંઘ-મહામંત્રી ચેતનસિંહ રાઠોડ, ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર જાડેજા, અધિ.ઈજનેર ડી.વી.લાખાણી તથા ટીમે જેહમત ઉઠાવી હતી.

Previous articleફેસબુક, ઇન્સ્ટા, વોટ્‌સએપ ડાઉન થતાં ૪૫,૫૫૫ કરોડનું નુકસાન
Next articleભાવનગરમાં આકાર પામશે અદ્યતન સર્કિટ હાઉસ, કાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાશે