કાળીયાબીડ મેલડીમાતાજીના મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે ૫૨ ગજની ધજા ચડાવાઈ

657

ભાવનગર શહેર ના મધ્યમાં આવેલ કાળીયાબિડ મેલડીમાતાજી નું ખુબજ પૌરાણિક મંદિર આવેલું છે જેનો ઇત્યાશ ભાવનગર ના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. ભાવનગર ના રાજવાડા એ જમીન માતાજી મંદિર ના નિર્માણ માટે આપેલ જેનો શિલાલેખ હજુ પણ ત્યાં યથાવત છે ત્યારે મેલડીમાતાજી ના મંદીર ખાતે ભાવિક ભક્તો માટે નું એક આસ્થાનું પ્રતીક બન્યું છે.દર રવીવારે તેમજ મંગળવાર ના રોજ ખુબજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આશો માસની નવરાત્રી ના પ્રારંભ થતાની સાથેજ માતાજી ના મંદીર ખાતે એક ૫૨.ગજની ધજા ચડાવવા માં આવેલ જ્યાં ધજા ને વાજતે ગાજતે માતાજી ના ભગત એવા દેવાભાઈ નાથાભાઇ સાટિયા ના ઘરેથી ડી.જે ના નાદ સાથે ખુબજ ધાધૂમથી માતાજી ના મંદીર ખાતે લાવવા માં આવેલ જ્યાં મેલડીમાતાજી ના નિજ મંદીર ખાતે ધાર્મિક વિધિવર્ત માતાજી ના મંદીર બાજુમાં ૧૦૦ ફુટ કરતા પણ વધારે ઉચ્ચાય ધરાવતા સ્થંભ પર માતાજી ની ૫૨ ગજની ધજા ચડાવવા. માં આવેલ જ્યાં આ ધજા યાત્રા માં ખુબજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા જ્યાં મંદિર ખાતે ધજા ચડાવી દરેક ભાવિક ભક્તો માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ હતું અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી.