કુમ કુમના પગલાં પડ્યા….માડીના હેત ઘર્યા…જોવા લોક ટોળે વળ્યા રે….

710

ભાવનગરમાં છઠ્ઠા નોરતે સોસાયટીઓમાં ખેલયાઓ મન મુકીને રાસની રમઝટ બોલાવી
ભાવનગરની સોસાયટીઓ, શેરીઓમાં નાના-મોટા આયોજનોમાં હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે,આમ નવલાં નોરતાના છઠ્ઠા નોરતે ખેલયાઓ, બાળકો, વિદ્યાર્થી ભાઈઓ-બેહનો મન મૂકી રાસ ની રમઝટ બોલાવી રહ્યાં છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં ડાયમંડપાર્ક ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે નવલા નોરતાના છઠ્ઠા દિવસે બેહનો ખાસ એક સરખા ટ્રેડિશનલ ટ્રેસ પહેરી રાસ ની રમઝટ બોલાવી હતી. બેહનો દ્વારા દરરોજ અલગ-અલગ કલરના અવનવાં ટ્રેડિશનલ ટ્રેસો પહેરવામાં આવે છે, ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, પાર્કના બાબુભાઇ સાચાપરા, અરવિંદભાઈ બેલડિયા, પરેશભાઈ પટેલ સહિતના સભ્યો એ સારી ઝેહમત ઉઠાવી હતી.

શહેરના વૃદ્ધાશ્રમમાં પાસે આવેલ કે.આર.દોશી કોલેજ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન આવ્યું છે જેમાં કોલેજના ભણતા વિદ્યાર્થી ભાઈઓ-બેહનો એ ગરબે ઘૂમ્યા હતા અને સાથે અવનવાં સ્ટેપ સાથે ગરબા લીધા હતા, કોલેજ દ્વારા દરવર્ષે સુંદર આયોજન કરી કરવામાં આવે છે.શહેરના આનંદનગર પાસે આવેલ મ્યુ.ક્વાર્ટર બહુચરમાતા ના મંદિરે આઝદ મિત્ર મંડળ દ્વારા ગરબાનું છેલ્લા 40 વર્ષથી વધુ અવિરત બેહનો માટે ના ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માતાજીના ગરબી વચ્ચે રાખી તેના ફરતે બેહનો દ્વારા ગરબે ઘૂમ્યા હતા, જેમાં આજુબાજુના શેરીઓના બેહનો રાસની રમઝટ બોલાવે છે આમ અડધી નવરાત્રિ ના દિવસો પુરા થઈ ગયા છે. ત્યારે ખેલૈયાઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવવામાં મસ્ત બન્યા છે.