ભાવનગર શહેરની ધર્મરાજ સોસાયટીમાં આવેલુ અનોખુ ગરબા મંદિર, 18 વર્ષ પહેલાં સ્થાપના કરાઇ

653

દરવર્ષે હજારો લોકો ગરબા મંદિરના દર્શનાથે આવે છે
ભાવનગર શહેરના ધર્મરાજ સોસાયટીમાં ગરબા મંદિર આવેલું છે. આ ગરબા મંદિરની સ્થાપના આજથી 18 વર્ષ પહેલા ગરબી આકારનું અલગ મંદિર બનાવી કરવામાં આવી હતી. આ ગરબા મંદિરમાં નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થીઓ આવે છેય ગરબા મંદિરની સ્થાપના 2004માં થયેલી છે. આ મંદિરની સ્થાપનાને 18 વર્ષ પેહલા કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના બળદેવભાઈ વી. ઝાલાએ કરી હતી. બળદેવભાઈને આજથી 18 વર્ષ પહેલા સપનામાં માતાજી આવ્યા હતા અને તેને સપનામાં આવીને જણાવ્યું હતું કે, મારું એવું અલગ મંદિર બનાવ જે સૌથી અલગ મંદિર હોય. ત્યારે બળદેવભાઈ એ તેના ધર્મપત્ની કમુબેન અને તેના પુત્રો ભાસ્કરભાઈ, નિપુલભાઈ તથા ભાવેશભાઈ, ઘરના સભ્યોને વાત કરી પણ એણે ઘણો વિચાર કર્યા બાદ કાઈ સૂઝતું ન હતું, ફરીવાર એને માતાજીનું સપનામાં આવીને જણાવ્યું કે, મારું ગરબા આકારનું મંદિર બનાવ અને એણે તરત જ ઘરના સભ્યો સાથે રહી ને ગરબા મંદિર બનાવ્યું હતું.

આ ગરબા મંદિરની વિશેષતા એ છે કે, જેમ આપણે ગરબા મુકવા ઈંઢોણી મૂકીએ તેવા આકારમાં આખું મંદિર બનાવવામાં આવ્યું છે. ગરબામાં નીચે ઈંઢોણીની રચના હોય તેમ આ મંદિરના ગરબામાં ઈંઢોણીની રચના છે. 25 ફૂટ લંબાઈ અને 21 ફૂટ ઘેરાવથી બનાવવામાં આવ્યા છે આ ગરબા માં 28 છિદ્રો આવેલા છે, ગરબા મંદિરમાં લોકો દર્શનાથે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. મીરા ઝાલાએ જણાવ્યું હતું કે, આ ગરબા મંદિર મારા દાદાજીને માતાજી સપનામાં આવીને અનોખું મંદિર બનાવવા જણાવ્યું હતું. જે અંતર્ગત ગરબા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ગરબા મંદિર શક્તિ માતાજીના દર્શનાથે અનેક લોકો ગામો ગામથી મારા દાદાજી કમળો અને ચિકન ગુનિયાના રોગ ને મંત્રે છે અને દર્શનાથે આવી શાંતિની અનુભૂતિ કરે છે. અહીં આવતા તમામ દર્શને આવતા દર્શનાથીઓની મનોકામના પૂર્ણ કરે છે અને લોકો ધન્યતા અનુભવે છે, અહી દર વર્ષે નવરાત્રિમાં ચુદડીનો માંડવો બનાવવામાં આવે છે. જેમાં નવરાત્રિ દરમિયાન હજારો લોકો દર્શનાથે આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ને કારણે આ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો છે.