દિવ્યાંગ બાળકો દ્વારા નવરાત્રીના તહેવારની અનોખી ઉજવણી

353

પી.એન.આર સોસાયટી સંચાલિત,શ્રી એન.આર શાહ મેમોરીયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તેમજ મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકો દ્વારા માતાજીના આસ્થાનું પર્વ નવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં દિવ્યાંગ બાળકો ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો આનંદ માણ્યો હતો.તેમજ કાર્યક્રમના અંતે ૨૫થી વધુ દિવ્યાંગ બાળકોને નાસ્તાનું તથા ટિફિન બોક્સ તેમજ પાણીની બોટલનું વિતરણ દાતાશ્રી જેન્તીભાઈ ભગવાનભાઈ સરવૈયા (બુઢણાવાળા) તરફથી કરવામાં આવ્યું હતું.સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશિયલ એજ્યુકેટર)દ્વારા દાતાશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.