રાજ્યભરમાં સતત બીજા દિવસે  ૪૪.૧ ડિગ્રી સાથે ભાવનગર હોટ

937
guj252018-7.jpg

રાજ્યભરમાં છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪ર ડિગ્રી જેવો રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી ભાવનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લો સૌથી વધુ હોટ રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ડીસા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો ૪ર ડિગ્રી ઉપર રહેતા ભારે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.
ગઈકાલે ભાવનગરમાં એકાએક તાપમાનનો પારો પ ડિગ્રી વધી ૪૩.૮ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન રહ્યાં બાદ આજે સતત બીજા દિવસે પણ મહત્તમ તાપમાન ૪૪.૧ ડિગ્રી થતાં આજે પણ રાજ્યભરમાં ભાવનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. સવારથી જ ગરમ લૂ ફૂંકાવા સાથે સરેરાશ ર૦ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાયો હતો. જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા અને લોકોએ આકાશમાંથી અગનગોળા પડતા હોય તેવો અનુભવ કર્યો હતો. દિવસ દરમિયાન લોકોએ કામ વિના બહાર નિકળવાનું પણ ટાળ્યું હતું. રાજ્યભરમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં આજે ૪ર ડિગ્રી ઉપર તાપમાન રહેવાના કારણે લોકોએ ભારે ગરમીનો સામનો કર્યો હતો ત્યારે તંત્ર દ્વારા કાળઝાળ ગરમીથી બચવા માટે સુતરાઉ વ†ો પહેરવા ઉપરાંત ઠંડા પાણીનો વધુ ઉપયોગ કરવા તેમજ બહારના ખોરાક ન લેવા સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ ગરમી પડે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

રાજ્યના જિલ્લાઓનું તાપમાન
જિલ્લો    મહત્તમ    લઘુત્તમ
ભાવનગર    ૪૪.૧    રપ.૪
ડીસા    ૪ર.૯    રપ.૬
ગાંધીનગર    ૪ર.૮    ર૭.૦
અમદાવાદ    ૪ર.૭    ર૬.૧
સુરેન્દ્રનગર    ૪ર.૭    ર૬.૩
રાજકોટ    ૪ર.પ    રપ.૭
અમરેલી    ૪ર.ર    રપ.ર
વડોદરા    ૪૧.૦    ર૬.૯
કંડલા    ૪૧.૪    રપ.૯

Previous articleમુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપની યોજનાનો આરંભ કરાવાયો
Next articleરાજ્યમાં નવી ૩૭૦ બેઠકો બેઠકો માટે મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની મંજુરી ઃ નીતિન પટેલ