ભીકડા કેનાલના દરવાજા ફરી ખોલાતા ભાવનગર શહેર મધ્યે આવેલું બોરતળાવ છલકાયુ

521

વહેલી સવારે અવરફલો થયેલા ગૌરીશંકર સરોવરને નિહાળવા લોકો એકઠાં થયા
ભાવનગર શહેર મધ્યે આવેલા ગૌરીશંકર સરોવર-બોરતળાવ ફરી એકવાર છલકાયુ છે. બોરતળાવ ઉપરવાસ સ્થિત ભીકડા કેનાલોમા પાણીની સતત આવક વધતી જતી હોય આથી આ પાણીને બોરતળાવમા વાળવામાં આવતા આજે વહેલી સવારે બોરતળાવ ફરી ઓવરફ્લો થયું હતું.

ભાવનગર જિલ્લામાં વર્ષ 2021ના નૈઋત્ય ના ચોમાસાએ વિદાઈ લઈ લીધી હોવા છતાં આજરોજ શહેરનું ગૌરીશંકર સરોવર-બોરતળાવ વિના વરસાદે ફરી અવરફલો થતાં લોકો વિસ્મય માં મુકાયા છે આ સંદર્ભે વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે બોરતળાવમા પાણી ની મુખ્ય આવક ભીકડા કેનાલ દ્વારા થાય છે આ કેનાલના સ્ત્રાવ એરીયા હેઠળ 23 જેટલાં નાનાં મોટાં ગામડાઓ અને ડુંગરાળ તથા ગીચ જંગલ આચ્છાદિત વિસ્તારોમાંથી પાણી આવે છે. ચોમાસામાં ડુંગરાળ વિસ્તારોમાં જે વરસાદી પાણી ડુંગરામા શોષાયુ હોય એ પાણી તાપ ગરમી પડતાં ફરી વહેતું થવા લાગે છે બસ આજ કારણસર ભીકડા કેચમેન્ટ એરીયામા થી પાણી નો મોટો પ્રવાહ છુટતા સત્તાવાળ એ કેનાલનુ પાણી બોરતળાવમા ડાઈવર્ટ કરતાં આજરોજ બોરતળાવ વિના વરસાદે ફરી અવરફલો થયું હતું વહેલી સવારે બીએમસી વોટરવર્કસ વિભાગ નો કાફલો બોરતળાવ દોડી આવ્યો હતો અને દરમ્યાન સવારે સાત કલાકે બોરતળાવ ના ઓટોમેટિક દરવાજા માથી અવરફલો નું પાણી વહેતું થયું હતું મોર્નિંગ વોક માટે નિકળેલા લોકો તથા આસપાસના રહિશો અવરફલો ને નિહાળવા ભીડ જમાવી હતી આશરે એકાદ કલાક બાદ પાણી ની આવક ઘટતાં ભીકડા કેનાલના દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં.