ભાવનગરની અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટનરનેશનલ પ્રાઈમરી વિભાગે ખિલખિલાટ સેશન-૪ અંતર્ગત અનોખા ફેશન શોનું આયોજન કર્યુ

11

બેન્ડ ધ ટ્રેન્ડ’ અંતર્ગત સ્કૂલના ૧.૫ થી ૬ વર્ષના બાળકો માટે ફેશન શો યોજાયો : બે વિભાગમાં ૧૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો : ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા
ભાવનગર શહેરના કાળિયાબીડ આવેલા અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ પ્રાઈમરી વિભાગ દ્વારા શનિવારે ખિલખિલાટ સેશન-૪ અંતર્ગત ’બેન્ડ ધ ટ્રેન્ડ’ અંતર્ગત શાળાના ૧.૫ થી ૬ વર્ષના નાના બાળકો માટે ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટનરનેશનલ સ્કૂલના પટાંગણમાં ખિલખિલાટ અંતર્ગત બેન્ડ ધ ટ્રેન્ડ શીર્ષક હેઠળ કિડ્‌સ ફેશન શોનું આયોજન બે કેટેગરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૧.૫ થી ૩ વર્ષના બાળકો અને ૩ થી ૬ વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ નાના બાળકોના ફેશન શો માટે ખાસ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહએ દીપ પ્રાગટ્ય કરી શો ની શરૂઆત કરાવી હતી. નાના બાળકોએ ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.અમર જ્યોતિ સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરે છે અને સતત ચોથી વખત નાના બાળકોનો પેરેન્ટ્‌સ સાથેનો ફેશન શો નુ આયોજન કર્યુ હતું. જેમાં સ્લીપિંગ બ્યુટી, ફોટોજેનિક ચહેરો, સૂર્યપ્રકાશ સ્મિત, સૌથી મોહક બાળક, તંદુરસ્ત બાળક, વાંકડિયા વાળ વાળું બાળક, ગોળમટોળ ગાલ વાળું બાળક, બાળકને ડિમ્પલ ચિન્હ, જોડિયા બાળકો અને માતા-પિતાઓએ બાળકો સાથેના રેમ્પ વોકમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ફેશન શો માં બંને વિભાગમાં ૧૫૦ થી વધુ બાળકો અવનવાં ડ્રેસ સાથે સુસજ્જ થઈ રેમ્પ વોક કર્યું હતું. તમામ બાળકોને ભેટ, સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ, અમરજ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અમરજ્યોતિબા ગોહિલ, શેઠ બ્રધર્સના ગૌરવભાઈ શેઠ, સ્કૂલના આચાર્ય રીમાબેન ગાંગુલી, પ્લે ગ્રૂપના સંચાલકો, બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.