પેરા ઓલિમ્પિયન ભાવિના અર્જુન એવોર્ડ માટે નોમિનેટ

6

નવી દિલ્હી, તા.૨૭
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ઈતિહાસ રચનાર ગોલ્ડન બોય નીરજ ચોપડા, ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રેસલર રવિ દહિયા સહિત ખેલ જગતના ૧૧ દિગ્ગજોને ’ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં બોક્સર લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ અને મહિલા ક્રિકેટર મિતાલી રાજનું નામ સામેલ છે. ખેલ જગતના આ ૧૧ દિગ્ગજોને ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નીરજ ચોપડા (એથલેટિક્સ),રવિ દહિયા (રેસલિંગ), પીઆર શ્રીજેશ (હોકી), લવલીના બોરગોહેન (બોક્સિંગ), સુનીલ છેત્રી (ફુટબોલ), મિતાલી રાજ (ક્રિકેટ) , પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન), સુમિત, અંતિલ (પેરા જેવલીન થ્રો), અવનિ લેખારા (પેરા શૂટિંગ), કૃષ્ણા નાગર (પેરા-બેડમિન્ટન), એમ નરવાલ (શૂટિંગ).
અર્જુન એવોર્ડઃ ક્રિકેટર શિખર ધવન, પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, સુહાસ અધિરાજ,નિષાદ કુમાર.