વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

2

આ કેમ્પમાં રક્તાતા દ્વારા ૧૦૦ થી વધુ બોટલ રક્ત કરવામાં આવ્યું
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન – ભાવનગર ડિવિઝન તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહયોગથી આજરોજ રક્તદાન કેમ્પ, ફ્રિ વેક્સીનેશન, બટુક ભોજન તથા રામદરબારનું આયોજન ઉઇઈેં ઓફીસ, ભાવનગર પરા માં કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન – ભાવનગર ડિવિઝન તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર ના સહયોગ થી શુક્રવાર ના રોજ ઉઇઈેં ઓફીસ “મેનન ભવન”, ભાવનગર પરા ના પટાંગણ માં મેગા રક્ત દાન કેમ્પ, ફ્રિ વેક્સીનેશન, બટુક ભોજન તથા રાત્રે રામદરબાર નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ નું ઉદ્દઘાટન ભાવનગર ડીવીઝન ના ડ્ઢઇસ્ મનોજ ગોયલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું,આ વિવિધ કાર્યકમોમાં ભાવનગર ડીવીઝન ના તમામ ઓફીસર ઉપસ્થિત રહ્યા હતા. ચેતન ડાભી ની વાર્ષિક પુણ્યતિથી નિમિતે ઉઇઈેં/મ્ફઁ ના ડિવિઝનલ ચેરમેન અજયરાજસિંહ ગોહિલ અને સેક્રેટરી એસ. કે. શ્રીવાસ્તવ તથા ઉઇઈેં યુથ ટીમ તથા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતું. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર ના વાઈસ ચેરમેન સુમીત ઠક્કર અને તેમની ટીમે આ કાર્યક્રમ ને સફળ બનાવાની જેહમત ઉઠાવી હતી. આ કેમ્પ ની અંતર્ગત ૧૦૨ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી સેવામાં જોડાયા હતા, યુનિયનના ભાવનગર ડિવિઝનના ચેરમેન અજયરાજસિંહ ગોહિલ અને સેક્રેટરી એસ. કે. શ્રીવાસ્તવ તથા સ્ટાફએ સારી ઝેહમત ઉઠાવી હતી.