રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

10

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વાઘાવાડી સ્થિત સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદજીને ભાવનગર જિલ્લાની મુલાકાતને અનુલક્ષીને ભાવનગર પધારેલાં રાજ્યપાલની મુલાકાત લઇને શિક્ષણ મંત્રીએ બુકે અને મેમેન્ટોથી તેમનું સ્વાગત- અભિવાદન કર્યું હતું. શિક્ષણમંત્રીએ રાજ્યપાલનું ભાવેણાની ધરતી પર સ્વાગત કરીને ગુજરાતના વિકાસને લઇને પરામર્શ કરી ભાવનગર ખાતે સ્વાગત- અભિવાદનનો અવસર પ્રદાન કરવાં માટે તેમનો રાજ્યપાલનો આભાર પણ પ્રગટ કર્યો હતો. રાજ્યપાલે ભાવેણાંના આ ભાવ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.