ભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ

4

હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાનો વિસ્તાર સાયલન્ટ ઝોન તરીકે જાહેર
ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યમાન રાત્રિનાં બે કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે જેમાં રાત્રીના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ, અંગેનું જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડીને જણાવામાં આવ્યું છે, જિલ્લા કલેકટરએ જાહેરનામામાં વધુ જણાવ્યું છે કે, નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા જે સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યો છે. તેનાં અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લાનાં સમગ્ર મહેસુલી વિસ્તારનાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી છે. ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા અંતર્ગત ભાવનગર જિલ્લાનાં સમગ્ર મહેસુલી વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રીના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી- વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોક્સ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારનાં ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી તેમજ ઇ-કોમેર્સ વેબસાઇટસ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાનાં વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર જિલ્લાનાં મહેસુલી વિસ્તારનાં બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.આ જાહેરનામું તા.8મી નવેમ્બર, 2021 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.