ક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

5

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં જુગાર રમતા બે ડઝન જેટલા બાઝીગરોને ઝડપી લઇ પોલીસે નવા વર્ષનું મુહૂર્ત કર્યું હતું.
ગઇકાલે મોડી સાંજે પૂર્વ બાતમીના આધારે પાડેલી રેડમાં એકસાથે ૨૪ જેટલા બાઝીગરો રંગેહાથ ઝડપાઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જુગારના પટમાંથી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરના કરચલીયાપરા જે.બી.નો ડેલો, મામાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યાના મેદાનમાં પંચો સાથે દરોડો પાડતા અલગ-અલગ બે કુંડાળા કરી પાના-પૈસા વડે હાથકાપનો જુગાર રમતા લોકોને કોર્ડન કરી જે-તે સ્થિતિમાં જ ઝડપી લીધા હતાં.

નવા વર્ષના પ્રારંભ સાથે જ પોલીસે બે ડઝન બાઝીગરોને રંગેહાથ ઝડપી લઇ મુહૂર્ત કર્યું હતું. જેમાં મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ જાદવ, મહેબુબભાઇ ઉસ્માનભાઇ રાઠોડ, ભાવેશ ઉર્ફે ભાવલો હરગોવિંદભાઇ બાંભણીયા, દિનેશ પોપટભાઇ બુધેલીયા, કૌશલ કિસ્મતભાઇ પટેલ, હિરેન કાનજીભાઇ બારૈયા, ભરત શામજીભાઇ રાઠોડ, અજય રામજીભાઇ વાઘેલા, જીતેશ ચંદુભાઇ યાદવ, યુસુફ ગફારભાઇ નાગાણી, નરેશ રતિલાલ મકવાણા, વિશાલ ઉર્ફે મુન્નો પોપટભાઇ જેઠવા, નીતીન મુકેશભાઇ વાજા, રવિ કાનાભાઇ મેર, મનિષ સુનીલભાઇ ચુડાસમા, નરેશ શંકરભાઇ જાદવ, સંજય ઉર્ફે કાળો કબુતર રામજીભાઇ પરમાર, રમેશ બાબુભાઇ ગોહિલ, હસમુખ મનહરભાઇ મકવાણા, શંકર છનાભાઇ વેગડ, રાજુ ઉર્ફે ચાર ભીખાભાઇ બાંભણીયા, ભાવેશ રવજીભાઇ મકવાણા, જગદિશ મોહનભાઇ જાદવ તથા ગોવિંદ લાખાભાઇ મકવાણાને રોકડ રકમ, મોબાઇલ, વાહનો મળી રૂા.2.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગંગાજળીયા પો.સ્ટે.માં તમામ વિરૂદ્ધ પો.કો. હરપાલસિંહ પ્રવિણસિંહ સરવૈયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ સાથે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.