નવાં વર્ષનાં આરંભે સૌરાષ્ટ અને કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમૌસમી માવઠાની શકયતા

7

ખરીફ ફસલ બગડતી અટકાવવા યોગ્ય પગલાં લેવા તંત્રની તાકિદ
નવાં વર્ષની શરૂઆત સાથે હવામાનમાં પલ્ટો આવ્યો છે અરબી સમુદ્રમાં ડીપડીપ્રેશન ને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગરમાં પશ્ચિમી ભેજવાળા પવનો અને રાજસ્થાન-ગુજરાત પરથી અરબ સાગર તરફ ગતિ કરી રહેલ પૂર્વોત્તરના શુષ્ક-હિમ પવનોને અરબ સાગરમાં ટકરાતા ડીપડીપ્રેશન સર્જાયું છે જેને પગલે રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આગામી પાંચ દિવસ સુધી કમૌસમી માવઠું-છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના રાજ્ય ના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ આગાહી ને પગલે રાજ્ય સરકારે અલગ અલગ તંત્ર ને તકેદારીના પગલાં ઓ તત્કાળ લેવા આદેશો કર્યાં છે એ સાથે ખેડૂતો ને પણ જણાવ્યું છે કે આ માવઠાને પગલે વાડી-ખેતરોના ખળાઓમા તૈયાર ખરીફ ખેત ફસલોને આ માવઠાથી બચાવવા અનુરોધ કર્યો છે તેમજ જે કિસાનો ખેત ઝણસો ખેત ઉત્પન્ન બજારોમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે એ ખેડૂતો પાક બંધ વાહનમાં અગર તાડપત્રી ઢાંકી ને લાવવા જણાવાયું છે હવામાન વિભાગે કરેલી આગાહી ને ખેડૂતો ની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ચિંતા નું મૌજુ ફરી વળ્યું છે.