કેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી

8

નવા વર્ષને લઈ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છઓની આદાન પ્રદાન કર્યું
ભાજપના વરિષ્ઠ આગેવાન અને કેબિનેટ મંત્રી તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી કીરીટસિંહ રાણા આજે ગુરૂવારે ભાવનગરની મુલાકાતે આવ્યાં હતા. તેઓએ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી હતી. નવા વર્ષને લઈ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છઓની આદાન પ્રદાન કર્યું હતું

નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્ય મંત્રીએ ભાવનગરમાં કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને નવા વર્ષની શુભેચ્છઓની આદાન પ્રદાન કર્યું હતું. તેઓએ કાર્યકરોને માર્ગદર્શન પણ આપ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિત અધિકારીઓ સાથે ભાવનગરના વિકાસના સંદર્ભમાં રિવ્યુ બેઠક મળશે. શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે આયોજીત શુભેચ્છા બેઠકમાં કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ મંત્રી રઘુ હુબલ, શહેર પ્રમુખ રાજીવ પંડ્યા, જિલ્લા પ્રમુખ, પૂર્વના ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, શહેર જિલ્લાના મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.