સચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો

2

વીરપુર,તા.૧૧
મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટની દુનિયાથી દૂર થયા બાદ પણ પોતાના ફેન્સના હ્રદય પર રાજ કરે છે. સચિને બુધવારે પત્ની અંજલિ તેંડુલકરનો બર્થડે ઉજવ્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી. અહીં તેઓ સમગ્ર પરિવાર સાથે એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણતા જોવા મળ્યા. સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકરે ૧૦ નવેમ્બરના રોજ પોતાનો ૫૪મો જન્મદિવસ ઉજવ્યો. મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં સમગ્ર પરિવારે ડિનરની મજા માણી. આ દરમિયાન સચિન-અંજલિની પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળી જે હાલ લંડનમાં રહે છે. ફેમિલી ડિનરની તસવીર શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું કે, ’અંજલિના જન્મદિવસે શ્રી ઠાકર ભોજનાલયમાં સરસ ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. અંજલિનું ગુજરાતી કનેક્શન ખુબ સ્ટ્રોંગ છે. પરંતુ અમારા જીન્સના બટન આ ભોજન બાદ ઢીલા થઈ ગયા. આ જાણીને નવાઈ લાગી કે આ ભોજનાલય ૧૯૪૫થી છે. અત્રે જણાવવાનું કે સચિન તેંડુલકરનું નામ હાલમાં જ ટિ્‌વટર પર આ વર્ષની ૫૦ સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ થયું છે. આ યાદીમા ટેલર સ્વિફ્ટ પહેલા નંબરે જ્યારે સચિન તેંડુલકરનું નામ ૩૫માં નંબરે હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાદીમાં બીજા નંબરે છે.