ભાવનગર જિલ્લા જેલમાં મહિલા કેદીએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો,

7

પોતાના સંતાનને ડૂબાડીને હત્યાના ગુનામાં જેલમાં હતી
થોડા સમય પૂર્વે ઘરકંકાસને પગલે પોતાના સંતાનને રાજપરા-ખોડિયાર મંદિર સ્થિત તળાવમાં ડૂબાડીને હત્યા કરી હતી બાળકને ખોડિયાર ડેમમાં ફેંકી હત્યા કરી પોતે પણ તળાવમાં ઝંપલાવી આપઘાતની કોશિષ કરી હતી ભાવનગર જિલ્લા જેલમાં કાચાં કામનાં કેદી તરીકે સજા કાપી રહેલી એક મહિલા કેદીએ જેલની બેરેકમાં સાડીનુ દોરડું બનાવી ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. સમગ્ર બનાવ અંગે ભાવનગર જિલ્લા જેલ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, જિલ્લા જેલમાં કાચાં કામના કેદી તરીકે 33 વર્ષીય સુનિતા અજય મકવાણા નામની મહિલા સજા કાપી રહી હતી. આ મહિલાએ થોડા સમય પૂર્વે ઘરકંકાસને પગલે પોતાના સંતાનને રાજપરા-ખોડિયાર મંદિર સ્થિત તળાવમાં પોતાના સંતાનને ફેંકી ડુબાડી પોતે પણ પાણીમાં ઝંપલાવી આત્મહત્યાની કોશિષ કરી હતી, પરંતુ લોકોની સમયસૂચકતાથી આ મહિલા બચી ગઈ હતી. આ અંગે દાખલ થયેલ ફરિયાદના અંતે કોર્ટે મહિલાને જેલમાં મોકલી હતી. આ દરમિયાન ગત રાત્રે કોઈ કારણોસર સાડીનુ દોરડું બનાવી બેરેકની ગ્રીલ સાથે બાંધી ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે મહિલા કેદીને તપાસી મૃત જાહેર કરી હતી. આથી મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.