ભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ

7

ગિરીશ દવેના માર્ગદર્શન હેઠળ વર્કશોપ પરિસરમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર પરા દ્વારા ભાવનગર રેલવે મંડળની કર્મચારી મહિલાઓના કલ્યાણ માટે સમયાંતરે વિવિધ પ્રકારના સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આજે 19 નવેમ્બરને શુક્રવારના રોજ ભાવનગર પરા ખાતે બ્રોડગેજ વર્કશોપમાં ભાવનગર પરા સંસ્થા દ્વારા “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષ તુહિના ગોયલની અધ્યક્ષતામાં અને યોગ ગુરુ ગિરીશ દવેના માર્ગદર્શન હેઠળ વર્કશોપ પરિસરમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યાં યોગ ગુરુ ગિરીશ દવે દ્વારા યોગ અને તણાવ મુક્ત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તુહિના ગોયલ દ્વારા યોગ ગુરુ ગીરીશ દવેને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર પરાનાં સેક્રેટરી કિરણ હસેલિયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય કારખાના પ્રબંધક એચ.સી.જાંગીડ સહિત વર્કશોપના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.