હું મોડો પડ્યો પણ આપે સમયસર પોહચીને સેવા કરી છે : મોરારીબાપુ

15

મોરારીબાપુના વરદ હસ્તે ગુજરાતના મુઠી ઉછેરા લોકસેવક માનભાઇ ભટ્ટની સ્મૃતિમો ૩૧ નાગરિક સન્માન સમારોહ યોજાયો : ગુજરાત રાજ્યની ૭૫ સ્વેચ્છિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું : મોરારીબાપુ એ ૭ સંસ્થાઓ સન્માનિત કર્યા : મોરારીબાપુ ખાસ દીલ્હી-રામકથા પુર્ણ કરી નાગરિકો સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજરી આપી
શિશુવિહાર સંસ્થા ખાતે મોરારીબાપુના વરદ હસ્તે ૩૧મો નાગરિક સન્માન સમારોહ પટાંગણમાં યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યની જુદી-જુદી ૭૫ સ્વેચ્છિક સંસ્થાઓનું પ્રેરક ઉપસ્થિતમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી, પર્યાવણજાગૃતિ, બાળ-મહિલા ઉત્કષ વિષયે સેવારત રાજ્યની ૭૫ સ્વેચ્છિક સંસ્થાઓનું મોરારીબાપુના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રતિકાર ભર્યા પુરુશાર્થથી પ્રભૂપ્રિત્યર્થે લોક સેવાના કાર્યમાં જોડાએલ અને ગુજરાતના મહાજન પણાને જાળવી રાખતી સંસ્થાઓને માનભાઇની સ્મૃતિમાં શિલ્ડ, ખેસ, પુસ્તક સંપુટ તથા તમામ સંસ્થાઓની કામગીરીને વ્યકત કરતા ગ્રંથથી સંન્માનિત કરવામા આવ્યા હતા.

માનવ જ્યોત દ્રસ્ટ, મુંબઇ તથા ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના સહયોગથી આ કાર્યક્રમ પ્રસંગે મોરારિબાપુ ખાસ દીલ્હી-રામકથા પુર્ણ કરી ભાવનગર પધારીને શિશુવિહાર સંસ્થા ખાતે નાગરિક સન્માન સમારોહમાં કાર્યકમ ખાસ હાજરી આપી હતી. સાથે સ્વેચ્છિક સંસ્થાઓના સંચાલકોને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. પદ્મશ્રી, પર્યાવરણ વિજ્ઞાની ડૉ.એમ.એચ મહેતા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ કે ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ પ્રજાના સ્વૈચ્છિક પ્રયત્નો માંથી ઉદ્દભવશે, આમ પ્રજા જાગ્રત નહી થાય અને ભોગવાદી જીવન ચર્ચા બદલાશે નહી ત્યાં સુધી સમાનતા શક્ય નથી. ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાગણમાં યોજાએલ સન્માન સમારોહના પારંભે માનવજયોત સંસ્થાના અધ્યક્ષ કુલિન્કાંતભાઈ લુઠીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મોરારીબાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સેવાધર્મ બહુત કઠિન છે માનદાદાના સેવાકીય વિચારોની સેવા કરતી આ ચેતનાઓને વંદન કરું છું, ખાસ તો યુવાન ચેતનાઓ જે યુવાનોને આ પ્રકારની સેવાઓ કરી રહી છે, સાથે વડીલોની તો કરવી જ જોઈએ, કોઈને ટિફિન સેવા કરવી, કોઈને વિકલાંગોની સેવા કરવી, કોઈની દિવ્યાંગોની સેવા કરવી, કોઈને યાત્રાઓ કરાવી છે જુદી જુદી પ્રમાણે સેવા કરી રહ્યા છે, હું કાર્યક્રમમાં આવવામાં ૧ કલાક મોડો આવ્યો પણ તમે સેવા સમયસર કરી છે, હું મોડો પડ્યો પણ સમયસર સેવા કરી તેવા સૌવ ને મારા વંદન, કમ સે કમ રામ સુધી ના પહોંચ્યો તો કંઈ વાંધો નહીં પણ શિવ સંકલ્પ સુધી પહોંચીએ એ બહુ જ છે, સમાજને પ્રેમથી સેવા કરતી વડીલોને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ૭૫ સંસ્થાઓએ પોતાને ક્ષેત્રમાં પોતાની રીતે આ કઠિન ધર્મનો નિર્વહન કર્યું છે એ સૌને હું હૃદય પૂર્વક વંદન કરું છું. આ પ્રસંગે કાર્યક્રમના સંચાલક પ્રાધ્યાપક પ્રવિણભાઈ ઠકકરે તૈયાર કરેલ પુસ્તક વિમોચન બાદ સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.