યુટ્યુબમાં વાણીથી કરો કમાણી…

9

કેહવાય છે કે રામ રાખે એને કોન ચાખે એટલે કે ભગવાન પર જેને અતૂટ શ્રધ્ધા હોય અને જેને કંઈ કરી દેખાડવાની ભાવના હોય એના માટે કોઈ પણ મંઝિલ દૂર નથી. હંમેશની જેમ આ વખતે પણ હું આવ્યો છુ તમારી સમક્ષ એક નવી રજુવાત અને એક નવા લક્ષ્ય સાથે તો આવો આજે આપણે પણ જાણીએ આવીજ કઈંક કમાણી વાડી વાતો. યુટ્યુબ કે જે સૌથી વધારે વાપરવામાં આવતું ઓડિયો અને વિડિઓ માટેનું ડિજિટલ મોડ એમાં તમે તમારી ભાષામાં કંઈ પણ શોધો એટલે ગણત્રીની સેકન્ડમાં તમારી સામે હાજર , ટૂંકમાં બેંકમાંથી પૈસા ઉપાડવા જાવ એના કરતાં પણ ઓછી મિનિટમાં તમને ધાર્યું રિઝલ્ટ મળી જાય છે. વાંચનાર ઘણા યુવકોને આ વાતની ખબર જ હશે કે, યુટ્યુબ પર તમારા વિડિયો કે રિલ્સ અપલોડ કરી જેટલા વધુ લોકો એને જોવે છે અથવા તો તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરે છે તેમને યુટ્યુબ દ્વારા તેમના લોગો વાળું સિલ્વર કે ગોલ્ડ એવોર્ડ આપવામાં આવે છે અને સાથે સાથે બીજું મહેનતાણું તો અલગ જ.આવી રીતે જ રમત રમતમાં જેમની ચેનલ ખુબજ સારા સ્ટેજ પર પોહચી છે એવા મારા ગરબાના સર શ્રી પાર્થભાઈ અને કિશનભાઇ જેનું નામ છે નવરાત્રી દોઢિયાં ક્લાસીસ અને તેમને આ કામમાં પ્રારંભિક સપોર્ટ આપનાર અને મારા લેખના ફોટો એડિટર એડિટર મનીષભાઈ આહીર. ટૂંકમાં કહો તો આપણી પાસે નદીમાં ભરેલ પાણી, આકાશમાં રહેલ હવા અને પૃથ્વી પર જેટલી જગ્યા છેને એટલાજ અસંખ્ય રસ્તાઓ મેહનત કરીને કમાવા માટે છે, માટેજ આજથી એક સૂત્ર આપણે બધા અપનાવીએ જે મેં મારી કાલી ઘેલી ભાષામાં બનાવ્યું છે કે મારો રંધો પણ કરો ધંધો એટલે કે નાનામાં નાનું કામ કરી પોતાના પગ પર ઊભા થતા શીખો.
ભાવિક બી. જાટકીયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪