યે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે

2

મુંબઈ, તા.૨૪
હર્ષદ ચોપરા (અભિમન્યુ બિરલાા), પ્રણાલી રાઠોડ (અક્ષરા ગોયંકા) અને કરિશ્મા સાવંત (આરોહી ગોયંકા) સ્ટારર સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દિવસેને દિવસે રસપ્રદ બની રહી છે. સીરિયલમાં હાલ ભરપૂર ડ્રામા અને એન્ટરટેન્મેન્ટ ચાલી રહ્યું છે. રૂઇઇદ્ભદ્ભના અપકમિંગ એપિસોડમાં અભિમન્યુને અક્ષરાનું સપનું જોતા દેખાડાશે. રૂમનો કલર બદલવાથી લઈને સાથે ડાન્સ કરવા સુધી, અભિમન્યુ અને અક્ષરા તેન સપના એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા દેખાશે. બીજી તરફ, બિરલા પરિવારને અક્ષરા અભિમન્યુને પ્રેમ કરતી હોવાની ખાતરી નથી અને તેઓ ઈચ્છે છે કે તે અભિમન્યુ પ્રત્યેની તેની લાગણીઓને સ્વીકારે. નીલને લાગશે કે તિલકના દિવસે તેના મૌન રહેવાનું કોઈ કારણ હશે. અભિમન્યુ તેના પરિવારને તેમની દરેક ગૂંચવણને દૂર કરવાનું રહેશે અને ખાતરી આપશે કે અક્ષરા પણ તેને એટલો જ પ્રેમ કરે છે, જેટલો પ્રેમ તે તેને કરે છે. બાદમાં, અભિમન્યુ અક્ષરાને તેના ઘરે લઈ જશે અને કહેશે કે હવેથી આ ઘર તેનું પણ છે. અક્ષરા પરિવારના સભ્યોને વંદન કરશે અને તેઓ પણ તેને જોઈને ખુશ થશે. એપિસોડમાં, બિરલા પરિવારના સભ્યો અક્ષરાને તે અભિમન્યુને પ્રેમ કરે છે કે તેમ પૂછશે અને પોતાની લાગણી સ્વીકારતા પહેલા અક્ષરા તે દિવસ માટે બધાની માફી માગશે. બાદમાં તે અભિમન્યુને પ્રેમ કરતી હોવાનું કહેશે. અક્ષરા ખરેખર અભિમન્યુ પ્રત્યેની લાગણી સ્વીકારશે કે પછી આ માત્ર સપનું હશે તે જોવાનું સરપ્રદ રહેશે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ રાજન શાહીના પ્રોડક્શનમાં બનેલી સીરિયલ છે. જેમાં મયંક અરોરા, શરન અનંદાની, અમી ત્રિવેદી, આશિષ નાયર, પારસ પ્રિયદર્શન, પ્રગતિ મહેરા, વિનય જૈન, નીરજ ગોસ્વામી, નિહારિક ચોક્સી, સચિન ત્યાગી, સ્વાતિ ચિટનિસ, અલી હસન અને નિયતિ જોશી પણ મહત્વના રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, શોમાં પહેલા શિવાંગી જોશી અને મોહસિન ખાન લીડ રોલમાં હતા. શિવાંગી જોશી નાયરા/સિરતના પાત્રમાં હતી જ્યારે મોહસિન ખાન કાર્તિકનું પાત્ર ભજવી રહ્યો હતો.