પાંચ વર્ષ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ સાથે શખ્સ જબ્બે

1295
bvn1152018-11.jpg

રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ મથકમાં પાંચ વર્ષ પહેલા નોંધાયેલ મોટરસાયકલ ચોરીમાં એસઓજી ટીમે ચોરાઉ બાઈક સાથે મહુવાના દયાળ ગામના શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ તળાજા દાઠા વિસ્તારમાં તપાસમાં હતા અને એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલની બાતમી હકિકત આધારે તળાજા શેત્રુંજી નદીના મોટા પુલ પાસેથી જસમતભાઇ છગનભાઇ બારીયા ઉ.વ.૧૮ રહે. મુળગામ દયાળ, તા. મહુવા, જી. ભાવનગર હાલ તળાજા હરદીપસિંહ દરબારની વાડીમાં શેત્રુંજી નદીના કાંઠેવાળાને એક શંકાસ્પદ કાગળ વિનાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટ્રેશન નંબર વગરનું કિ.રૂ઼. ૨૫,૦૦૦/- ઝડપી પાડી કાય્દેસર કાર્યવાહી કરી તળાજા  પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ.
મો.સા. બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મોટર સાયકલની ચોરી બાબતે રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુ.ર.નંબર ૦૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, એ.એસ.આઇ.  જી.પી. જાની, હેડ કોન્સ. ટી.કે.સોલંકી, એચ.જે.મેર, શરદભાઇ ભટ્ટ, ડ્રાઇવર મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.

Previous articleઅમર સોસાયટીમાં તુટેલી પાણીની લાઈન તાકીદે રીપેર કરવા માંગણી
Next articleકુંભારવાડાના ખાર વિસ્તારમાં વેસ્ટ કચરાના ઢગલામાં આગ