ભાવનગરમાં કોરોનાના નવા વધુ ૩ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિજિટમાં થઈ

23

એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧ પર પોહચી
ભાવનગરમાં સતત સાતમના દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા હતા, શહેરમાં બે સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે ગ્રામ્યમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૧૧ પર પહોંચ્યો છે. શહેરમાં આઠ અને ગ્રામ્યનો ત્રણ એક્ટિવ કેસ છે. ભાવનગર શહેરમાં આજે બે સ્ત્રી અને ગ્રામ્યમાં એક સ્ત્રીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૧૧ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા સતત સાતમાં દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૭૯ કેસ પૈકી હાલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.