મોરારીબાપુ દ્વારા દેશના પ્રથમ સી ડી એસ બિપીન રાવત ને શ્રધ્ધાંજલી પાઠવી

52

આપણા દેશના પ્રથમ સી ડી એસ આદરણીય શ્રી બિપીન રાવત સાહેબ અને એમના ધર્મપત્ની અને અન્ય ૧૨ વ્યક્તિઓ એક હેલિકોપ્ટર હાદસાને કારણે નિર્વાણપદ પામ્યા તેની પીડા સમગ્ર દેશને છે. મને પણ એક સાધુ તરીકે આ ઘટનાની ખૂબ જ પીડા થઈ છે. દેશની સુરક્ષા માટે અને અસ્મિતા માટે આ મહાન સૈનિકે શું નથી કર્યું ? અત્યારે આપણો દેશ ઘણી બાજુએથી ઘેરાયેલો છે એવા સમયે આ પરમ યોધ્ધાની દેશને બહુ જ જરૂરત હતી. એમની અસમયની વિદાયને લીધે આપણું આખું રાષ્ટ્ર દુઃખી છે. એક સાધુ તરીકે હૃદયની બહુ જ પીડા સાથે એમને મારી શ્રધ્ધાંજલી પાઠવું છું. એમના પરિવાર પ્રત્યે મારી દિલસોજી વ્યક્ત કરું છું. એમની સાથે નિર્વાણ પામેલા સૌનાં પરિવારજનો પ્રત્યે પણ મારી દિલસોજી વ્યક્ત કરું છું. પુનઃ એક વાર આ મહાચેતનાને મારા પ્રણામ. મારી પ્રભુ પ્રાર્થના. રામ સ્મરણ સાથે,