અધેવાડા નજીક આવેલ ગાદલાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભુકી

26

ભાવનગર શહેર નજીક આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિર પાસે અધેવાડા ગામ નજીક ગત સાંજના સુમારે રમઝાનભાઇ હુસેનભાઇ અજમેરીના માલિકીના જનતા ગાદલા હાટના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી હતી. આગમાં ગોડાઉનમાં રહેલ રૂ, ગાદલા, મશીનરી સહિતનો માલ-સામાન સળગી ઉઠ્યો હતો. આ બનાવની ભાવનગર ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી. અંદાજે રૂા.૧૦ થી ૧૫ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.