ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત લગ્નગ્રંથીમાં જોડાયા

100

સુરત, તા.૧૩
સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈએ પ્રેમિકા સાથે કોલકત્તામાં લગ્ન કર્યા છે. હરમીત દેસાઈની પ્રેમિકાનું નામ ક્રિત્વિકા સિન્હા રોય છે. તે પણ ૨૦૧૯માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ હતી. હવે હરમીત દેસાઈના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન સુરતમાં ૧૭ ડિસેમ્બરે યોજાશે. લગ્ન સમારોહમાં હરમીત દેસાઈના પિતા રાજુ દેસાઈ, માતા, ભાઈ અને ભાભી સહિતનો સંપૂર્ણ પરિવાર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે સુરતના હરમીત દેસાઈએ કોલકત્તામાં ૨૦૦ મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા છે. આ લગ્ન સમારોહમાં ગુજરાતી મહેમાનો માટે પંજાબી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. લગ્ન પહેલાં મહેંદી સેરેમની રાખવામાં આવી હતી, અને ત્યારબાદ લગ્નના સાત ફેરા લેવાયા હતા. અત્રે નોંધનીય છે કે સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈની પ્રેમિકા ક્રિત્વિકા સિન્હા રોય પણ ભારતીય વુમન મહિલા ટેબલ ટેનિસ ટીમની જાણીતી ખેલાડી છે. ૨૦૧૯માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે. આ સિવાય ક્રિત્વિકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં અધિકારી છે. આગામી ૧૭ ડિસેમ્બરના રોજ સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાટ અને હરમીતના સાથી ખેલાડીઓ શરથ કમલ, સત્યેન, શરદ, ઘોષ, ધનરાજ ચૌધરી અને ટીટી એસોસિએશનના સેક્રેટરી એ.પી.સિંહ હાજર રહેશે. અત્રે નોંધનીય છે કે, ૨૦૧૯માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હરમીત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

Previous articleઅનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે