જે.જે.સી. દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ

32

જે જે સી દ્વારા યોજાયેલ સ્નેહ મિલન અને તપસ્વીઓનું બહુમાન સાથે મનોરંજક ગેમ્સ રવિવારનાં રોજ કપોળ પાર્ટી પ્લોટમાં સંસ્થા દ્વારા નવા વર્ષે મેમ્બરોનાં પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો સાથે તપસ્વીઓનો બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સાથે અન્ય વિવિધ ક્ષેત્રમા કોઈ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હોંય તેઓને પણ સંસ્થા દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. તપસ્વીઓનાં બહુમાનનાં લાભાર્થી શાહ ઇન્દુબેન વિરેન્દ્રભાઇ અને સવિતાબેન જયંતિલાલ કોઠારી પરિવારે લાભ લીધેલ. આ પ્રસંગે પ્રમુખ પ્રદીપભાઇ શાહ અને ફાઉન્ડર પ્રમુખ કિર્તીભાઈ સખપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એન્કરીંગ કમિટી મેમ્બર ચેતનભાઇ શાહે કરેલ અને અવનવી મનોરંજન ભરી ગેમ્સથી નાનાથી મોટા દરેક મેમ્બરોને નિમેષભાઈ વોરાએ ખુબ મજા કરાવી. આ પોગ્રામ સફળ બનાવવામા ચંદ્રેશભાઇ શાહ શૈલેષભાઈ શેઠ રાજનભાઈ મહેતા મુકેશભાઇ દોશી રાજેશભાઇ શાહ ગીરીશભાઈ શાહ તેમજ અન્ય કમિટી મેમ્બરોએ સારી જહેંમત ઉઠાવેલ.