ભાજપ સરકારની કોરોના મૃત્યુ સહાય યોજનાના ફોર્મ માર્ગદર્શન માટે કોંગ્રેસ પણ આગળ આવી

47

કોરોના થી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા ૫૦ હજારની સહાય આપવામાં આવી રહી છે જેના માટે નક્કી કરેલા આ નમૂના મુજબ ફોર્મ ભરવાનું હોય છે પરંતુ ભાવનગરના અનેક લોકોને કોરોના સહાય મેળવવા માટેના ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય શહેર કોંગ્રેસ દ્વારા આવા લોકોને કેવી રીતે ફોર્મ ભરવા તે અંગેનો માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો અનેક લોકોએ લાભ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું હાલમાં કોરોના મૃત્યુ સહાય ફોર્મની કામગીરી શરૂ છે ત્યારે ઘણા લોકોને ફોર્મ અંગેની માહિતી નથી કેમકે ફોર્મ ક્યાંથી મેળવવું કયા કયા ડોક્યુમેન્ટ જોડવા અને કેવી રીતે સબમિટ કરવું એ માટે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કોરોના સહાય ફોર્મ ના દર્શન કાર્યક્રમ આજે સોમનાથ સર્કલ ખાતે શહેર પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી અને મહાપાલિકાના વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો તેમાં કોરોના સહાયથી વંચિત અનેક લોકોને સહાયના ફોર્મ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરો, યુથ કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઇ તેમજ મહિલા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા