શ્રી કંથારીયા પ્રાથમિક શાળામાં ગિજુભાઈ બધેકા પ્રેરીત જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો

121

શ્રી કંથારીયા પ્રાથમિક શાળામાં તારીખ 24 ડિસેમ્બર 2021 ને શુક્રવારે “ગિજુભાઈ બધેકા”જીવન કૌશલ્ય બાળમેળો યોજાયો જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવવામાં આવી જેવિકે સામગ્રી વેચાણ સ્ટોલ,નકામા છાપાંમાંથી ટોપી બનાવવી,કૂકર બંધ કરવું,ટાયર પંક્ચર, ખીલી લગાવવી,ફ્યુઝ બાંધવો વિગેરે જેવી પ્રવૃત્તિ કરાવી જીવન કૌશલ્યો નો વિકાસ કરવા પ્રયત્ન કરાયો.. આ કાર્યક્રમમાં બાળકોએ ઉસ્તાહ પૂર્વક ભાગ લઈ પોતાની અમૂલ્ય ક્ષણને યાદગાર બનાવી હતી. ઉપરાંત ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ તથા ગ્રામજનોએ આ મેળાની મુલાકાત લઈ બાળકોનો ઉસ્તાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાનાં આચાર્ય મુકેશભાઈ ફયુજ બાંધવાની , ગોપાલભાઈ દ્વારા વેંચાણ સ્ટોલ માટે માર્ગદર્શન પૂરું પડાયું, ચેતનભાઈ દ્વારા ખીલી લગાવવાની ,મેહુલભાઈ દ્વારા વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યું. અને સમગ્ર સ્ટાફે સરાહનીય કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર