શહેર ના અકવાડા ખાતે ગોપ કન્યા છાત્રાલયમાં ગોપિકા ભોજનાલયનું ઉદઘાટન અને સન્માન સમારંભ યોજાયો

327

ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પુ.૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી બાપુના અધ્યક્ષસ્થા : અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર શહેરના અકવાડા ખાતે ઘોઘાબારા પરગણા ભરવાડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોપ કન્યા છાત્રાલયમાં ગોપિકા ભોજનાલયનું ઉદઘાટન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાય ગયો. ૨૫ ડિસેમ્બરને શનિવારના રોજ ઘોઘાબારા પરગણા ભરવાડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોપ કન્યા છાત્રાલયમાં ગોપિકા ભોજનાલયના ઉદઘાટન અને સન્માન સમારોહ ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પુ.૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપુરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ તકે અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપરાંત અનેક સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા,

જેમાં સમસ્ત ભરવાડ સમાજના પી.એચ. ડી.અને એમ. ફીલ થયેલ તેમજ છાત્રાલયના દાતાઓને શિલ્ડ અર્પણ કરી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ભરવાડ સમાજની રાજકોટ અને જામનગર હોસ્ટેલની દીકરીઓ તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા છાત્રાલયના પ્રમુખ કે.કે.ભરવાડ, મંત્રી બાલાભાઈ બતાડા, ટ્રસ્ટી ભરતભાઈ મેર, ખીમજીભાઈ ચિરોલિયા, પોપટભાઈ માલધારી, મકાભાઈ વરું, પુનાભાઈ કારેઠા તેમજ ગોપ કન્યા છાત્રાલયના મુખ્ય અને આજીવન દાતા અશોકભાઈ ગમારાએ ભારે જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન છાત્રાલયની દીકરીઓ દ્વારા જ કરવામાં આવેલ જ્યારે આભારવિધિ ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને છાત્રાલયના ટ્રસ્ટી ગોવિદભાઈ બતાડાએ કરી હતી.

Previous articleભાવનગરના દેસાઈનગરથી નારી ચોકડી સુધીનો રોડનું કામ ગોકળ ગતિએ, કોંગ્રેસે હવન કરી પદાધિકારીઓ અને અધિકારીઓના નામની આહુતિ આપી વિરોધ કર્યો
Next articleભાવનગર શહેર અને જિલ્લામાં ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન યોજાઈ