કાનપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન

39

હજારો શ્રાવકોએ લીધો લાભઃ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીની ઓનલાઈન ઉપસ્થિતિ
સ્વ. ધ્રુવ્રરાજસિંહ મયુરસિંહ ચૌહાણ તથા સમસ્ત ચૌહાણ પરિવાર (ઢસા)ના પિતૃઓના મોક્ષાર્થે મયુરસિંહ ઉદયસિંહભાઈ ચૌહાણ (ત્નદ્ભ) પરિવાર દ્વારા જે.કે.હોટેલ (કાનપર)ના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પ.પૂજ્ય સતશ્રી (સંસ્કૃતાચાર્ય)ના વક્તા પદે યોજાયુ હતું.
ભાગવત સપ્તાહમાં રોજ હજારો ધર્મપ્રેમી લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. સાથે રોજ રાત્રે લોક સાહિત્ય અને ભજન કીર્તનના આયોજનો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, ભીખુદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, બીરજુ બારોટ, ચીથરભાઈ પરમાર, જેવા નામી અનામી કલાકારો સાહિત્ય અને ભજનની અલખ જગાવી હતી. આ કથામાં પાળીયાદ મહંત નિર્મલાબા, વાંકિયા હનુમાન મહંત રવુબાપુ, મોંઘીબા જગ્યાના મહંત જીણારામ બાપુ, બાલા હનુમાન આશ્રમના મહંત હરી ઓમ શરણ દાસ બાપુ, સાળંગપુર ધામ મહંત કોઠારી સ્વામી વિવેક સાગરજી, વૈજનાથ મહંત મુકુન્દશરણ દાસ બાપુ, શિવકુંજ આશ્રમ મહંત સીતારામ બાપુ, અયોધ્યા પુરમ આષાર્ય દેવ બંધુ બેલડી મ.સા, ફક્કડનાથ મહંત જયદેવદાસજી બાપુ, ગુરુઆશ્રમ બગદાણા મનજીબાપા, આનંદકુંજ આશ્રમ મહંત ધરમદાસ બાપુ, બુધેશ્વર મહંત ત્રિભુવનગીરી ગૌસ્વામી, હરદેવ કૃપા આશ્રમ મહંત મુકેશગીરી બાપુ સહીત સૌરાષ્ટ્ર ભરના નામી આનામી સંતો-મહંતો અને ગુરુજનોએ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા. સપ્તાહ દરમિયાન રાજ્યના મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ગુજરાત સરકારના મંત્રી જીતુભાઇ વાઘાણી, આર.સી.મકવાણા, કિરીટસિંહ રાણા, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, પરેશભાઈ ધાનાણી, અમરીશભાઇ ડેર, બાવકુભાઈ ઉઘાડ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર, જીલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા, પ્રદેશ અગ્રણી ધવલભાઈ દવે, અભયસિંહ ચૌહાણ, ભાવનગર જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ભાવનગર મહાનગર પાલિકા ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, ભાવનગર જીઁ શેખ, જાણીતા કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) સમાજ અગ્રણી કાનભા ગોહિલ રજોડા, ભવાનીસિંહ મોરી વઢવાણ, ડોક્ટર ધીરુભાઈ શિયાળ, વિક્રમસિંહ જી.આર.સી.એ, અનિરુદ્ધસિંહ પઢીયાર સહીત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો.