સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે સપ્તઘારા પ્રકલ્પ અંતગૅત યોગનું આયોજન કરાયુ

35

તારીખ ૨૯ ડીસેમ્બર ના રોજ સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે સપ્તઘારા પ્રકલ્પ હેઠળ પ્રિન્સિપાલ પો ડો યોગેશકુમાર પાઠક સાહેબ, કોડિનર પ્રો ડો સંજય બંઘીયા સર ના માગૅદશૅન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને યોગ ના અલગ અલગ આસન કરાવવામા આવ્યા હતાં.જેમાં કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો ડો સરોજબેન નારીગરા ,પ્રો ડો અજય જોષી, પ્રો ડો સચિન જે પીઠડીયા, પ્રો દિલીપ ગજેરા, પ્રો ડો પી વી ગુરનાણી ,પ્રો મહેશ વાઘેલા લાઈબેરીયન નીતિન ગજેરા સર જોડાયા હતા. ડો સંજય એલ બંધિ યા સાહેબ દ્વારા યોગસનો,સૂર્ય નમસ્કાર, કપાલભાતી જેવા અલગ આસનો કરાવવામાં આવ્યા હતા. આ સાથે વતૅમાન સમયમાં કોરોના જેવી મહામારી માં યોગ કરવાથી શું ફાયદા થાય છે તેમજ યોગનું જીવનમાં મહત્વ શું છે? તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. યોગ કરવાથી માત્ર વ્યક્તિની શારીરિક જ નહીં, પરંતુ માનસિક ક્ષમતા પણ વઘે છે તે અંગે યુવાનોને યોગ વિશે જાગૃત કયા હતા. યોગ એટલે શાંતિ, સમૃદ્ધિ, ઉન્નતિ, ઉત્કર્ષ, અભ્યુદય અને આત્મચેતનામાં શાશ્વત સ્થિતિ અને તેનાથી વિપરીત બધું દુઃખ, અશાંતિ, અવનતિ અને આત્મવીમુખતા નો સંદેશ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ ની આભાર વિધિ ડો. સરોજબેન નારિગરા દ્વારા કરવામાં આવી હતી.